vector object
Apr 22, 2025

બજારમાં ઉતાર-ચડાવ પછી મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળતા ઊંચા રિટર્ન્સ

બજારમાં ઉતાર-ચડાવ પછી મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળતા ઊંચા રિટર્ન્સ

બજારમાં ઉતાર-ચડાવ પછી મ્યુચ્યુઅલ ફંડમાં જોવા મળતા ઊંચા રિટર્ન્સ.

પ્રસ્તાવના
બજારમાં ઉતાર-ચડાવ એ સામાન્ય આર્થિક ઘટના છે. સ્ટોક માર્કેટમાં ઘટાડો થતાં જ મ્યુચ્યુઅલ ફંડ NAV (Net Asset Value) માં પણ ઘટાડો જોવા મળે છે પરંતુ જો લાંબા ગાળે ૨-૩ વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડના રીટર્ન્સ સામાન્ય રીતે ઊંચા જોવા મળતા હોય છે.

સંભવિત કારણો :

– ગુણવતા-વાળા સ્ટોક્સની ખરીદી
બજારમાં ઉતાર-ચડાવ દરમિયાન સ્ટોક્સના ભાવ ઘટે છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડના મેનેજર્સ સસ્તા ભાવમાં ગુણવતા-વાળા સ્ટોક્સ ખરીદે છે, આવા સ્ટોક્સ લાંબાગાળે એમને ઊંચા રિટર્ન્સ આપી શકે છે.

– મ્યુચ્યુઅલ ફંડના મેનેજર્સનું જ્ઞાન અને વિશ્લેષણ
સ્વાભાવિક રીતે સામાન્ય રોકાણકાર બજારના ઉતાર-ચડાવથી ડરી જાય છે, તેઓ પોતાના સ્ટોક્સ વેચી નાખે છે અને લાંબા ગાળાના લાભ જોઈ શકતા નથી. પણ મ્યુચ્યુઅલ ફંડના મેનેજ્સ તેમના વિશ્લેષણથી ઘણીવાર કેશમાં માર્જિન રાખતાં હોય છે જેથી ગુણવત્તા-વાળા સ્ટોક્સની પસંદગી કરી શકે જેનાથી લાંબાગાળાના રિટર્ન્સમાં વધારો જોવા મળે છે.

– તેઓ જાણે છે, ક્યારે સ્ટોક્સ વેચવા
મોટા ભાગના રોકાણકારોને ક્યારે સ્ટોક્સ ખરીદવા એની ખબર હોય છે પણ ક્યારે સ્ટોક્સ વેચવા એની ખબર હોતી નથી. મ્યુચ્યુઅલ ફંડના મેનેજર્સ અને તેની ટીમના રીસર્ચથી તેઓ સ્ટોક્સ ખરીદવા-વેચવા એની સમજણ મેળવે છે જેના લીધે મ્યુચ્યુઅલ ફંડમાં બજારના ઉતાર-ચડાવ પછીના વર્ષોમાં રિટર્ન્સમા વધારો જોવા મળતો હોય છે.

અહિંયા ઉદાહરણ તરીકે જોઈએ તો ૨૦૧૬, ૨૦૨૦ અને ૨૦૨૨ માં Pagar Parikh Flexi-cap Fund

– ૨૦૧૬ : ડિમોનિટાઇઝેશન
૨૦૧૬માં ડિમોનિટાઇઝેશનમાં Index BSE 500 ma (-૨૩.૪%)નું કરેકશન હતું પણ ૨ વર્ષ અને ૩ વર્ષ પછી (+૫૦) અને (+૫૫%) એબ્સોલ્યુટ (Absolute) રિટર્ન જોવા મળ્યું હતું.

– ૨૦૨૦ : કોવિડ-19
૨૦૨૦માં કોવિડ-19ની મહામારીમાં Index BSE 500 ma (-૩૯.૬૧%)નું કરેકશન હતું પણ ૨ વર્ષ અને ૩ વર્ષ પછી (+૧૩૯) અને (+૧૩૭%) એબ્સોલ્યુટ (Absolute) રિટર્ન જોવા મળ્યું હતું.

– ૨૦૨૨ : રશિયા – યુક્રેન યુદ્ધ અને ઉચ્ચ ફુગાવો
૨૦૨૨માં રશિયા – યુક્રેન યુદ્ધ અને ઉચ્ચ ફુગાવામાં Index BSE 500 ma (-૧૯.૫૩%)નું કરેકશન હતું પણ ૨ વર્ષ અને ૩ વર્ષ પછી (+૭૬) અને (+૮૨%) એબ્સોલ્યુટ (Absolute) રિટર્ન જોવા મળ્યું હતું.

નિષ્કર્ષ
આવા ઊંચા રિટર્ન્સનો લાભ લેવા માટે યોગ્ય સંશોધન, ધીરજ અને વ્યવસાયિક સલાહ જરૂરી છે. આ બ્લોગ દ્વારા માત્ર બજારના ઉતાર-ચડાવ પછી મ્યુચ્યુઅલ ફંડમાં ઊંચા રિટર્ન્સની જાણકારી આપવા માટે છે. અમે કોઈ પણ રીતે રોકાણની સલાહ આપતા નથી. દરેક રોકાણ બજારોના જોખમને આધીન છે. રોકાણ કરતા પહેલાં સ્કીમ સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા હિતાવહ છે.

Blogs With Brilliant Takes

Jul 22, 2022

Budget 2022 and its effects on crucial sectors

Know More
Jul 22, 2022

IPL 2022 is about to make it rain for bcci & indian cricket

Know More
Aug 21, 2025

ONE MEDICAL BILL AWAY: WHY 7 IN 10 INDIANS RISK LOSING EVERYTHING

Know More

Grow Your Wealth,
The White Ocean Way